Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

MILAN LAD

Others

3  

MILAN LAD

Others

નિ:સ્વાર્થ

નિ:સ્વાર્થ

1 min
2.7K


સ્વાર્થભરી દુનિયામાં,

નિ:સ્વાર્થ નિભાવી શકે,

એવા સંબંધ ક્યાંથી લાવું ?


હોડ જામી છે દોડવાની,

હાથ પકડી ચાલી શકે,

એવો હમસફર ક્યાંથી લાવું ?


માણસાઈ મરી પરવારી ત્યાં,

લાગણી સમજી શકે,

એવી માનવતા ક્યાંથી લાવું ?


સાચા ઓછા ને બનાવટી ઝાઝા,

મારા કહી શકું,

એવા સ્વજનનોને ક્યાંથી લાવું ?


મળે છે દર્દ મફતમાં અહીં,

મૂલ્ય ચૂકવતા ખરીદી શકું,

પ્રેમ એવો હું ક્યાંથી લાવું ?


ખબર હોય તમને તો કહેજો વ્હાલા,

કહ્યા વગર સમજી જાય,

એવી આત્મીયતા ક્યાંથી લાવું ?


Rate this content
Log in