Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Vyas

Others Romance

3  

Kalpesh Vyas

Others Romance

બજારમાં

બજારમાં

1 min
134


મફલર ગળામાં નાખીને

નિકળ્યા અમે બજારમાં

એક સુંદર નાર જોઈને

પિગળ્યા અમે બજારમાં


મોઢા પર સ્કાર્ફ બાંધીને

ફરતા'તા એ બજારમાં

ચહેરો ઢાંકીને બૈચેન મને

કરતા'તા એ બજારમાં


કાળા ચશ્માં પહેરીને

જોતા'તા એ બજારમાં

આંખોને છુપાવી મને

જોતા'તા એ બજારમાં


મોબાઈલ હાથમાં લઈને

ચાલતા'તા એ બજારમાં

ચેટિંગ મિટીંગની ચાહમાં

મચલતા'તા એ બજારમાં


પાણીપુરીની લારી

અમે નાખી એ બજારમાં

બાજુમાં બ્યુટી શોપ પણ

અમે નાખી એ બજારમાં


થોડા દિવસ પછી રહીને

એ આવ્યા એ બજારમાં

માથે ગમછો બાંધીને

અમે હતા એ બજારમાં


સ્કાર્ફ એમણે હટાવી દીધો,

ભર્યા એ બજારમાં

ચહેરાનો દિદાર કરીને

અમે મર્યા એ બજારમાં


એ હસીન ચહેરો જોઈને ,

થયા દિવાના અમે બજારમાં

નશિલી આંખો જોઈને,

થયા મસ્તાના અમે બજારમાં


અમને દુર્લક્ષ કરીને

એ વધ્યા આગળ બજારમાં

અમે લારી બંધ કરીને

ખસ્યા આગળ એ બજારમાં


આજકાલ એમનાં ચર્ચા

ચાલી રહ્યા એ બજારમાં

દિવાનાઓ એમને જોવા

આવી રહ્યા એ બજારમાં


કહે છે કાલ્પનિક આપને

'ન જાશે તમે બજારમાં'

દિવાનાઓ માટે ફરમાન છે ,

'ન આવશો તમે બજારમાં'


Rate this content
Log in