Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jugal Kishor

Others

2.0  

Jugal Kishor

Others

મેઘનૃત્ય !

મેઘનૃત્ય !

1 min
20.6K


આ મેઘરાજ શો નૃત્ય કરે !
જલ–થલ–નભ સૌ એક દિસે,
આ અવનિ પર અમૃત વરસે ! ...આ મેઘરાજ૦

વાયુદેવની વીણામાંથી સ્વરલહરી સૂરની સંભળાય,
ગગનપટે ગંધર્વ મહા કો’ ગીત ગહન, ગંભીરાં ગાય.
વીજ–બીજ ચમકે લલાટ –
શું તાંડવ આ નટરાજ કરે ?! ...આ મેઘરાજ૦

નર્તન નયન ભરીને નીરખે પૃથ્વીપટપે સઘળાં લોક,
રંગભૂમિ પર રંગત જામી, હરખે હૈયાં થોક–અશોક.
તૃષા તણા તલસાટ હવે ના,
અમિધાર મન મુગ્ધ કરે ! ...આ મેઘરાજ૦

 

ધરણી જલજલ, ઝરણી છલછલ, પલપલ પલકે પ્રાસ રચે;
જન–મન થનકે, વનવન મહેંકે, ટહૂક ટહૂક મયૂરો ટહૂકે.
સ–રસ નૃત્યરસસભર બની
માનવ મસ્તક તવ ચરણ ધરે !
આ મેઘરાજ શો નૃત્ય કરે ! ...આ મેઘરાજ૦


Rate this content
Log in