Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Jadav

Others

2  

Vijay Jadav

Others

ઓછા પડ્યાં

ઓછા પડ્યાં

1 min
6.5K


મ્હેમાન આવ્યા તો ખાટલા ઓછા પડ્યા,
પાણીનાં પણ જોને માટલાં ઓછા પડ્યાં.

ભોજન બનાવ્યું તું નોખનોખી જાતનું,
બેઠા જ્યાં પીરસવા વાટકા ઓછા પડ્યા.

પ્હેલાં હતાં ઘર ઘર કૈંક વૃક્ષો ને હવે?
માણસ મર્યા ત્યારે લાકડાં ઓછા પડ્યાં

મદિરા ય પણ દોસ્તો છે મજાની ચીજ હો,
પીવા શું બેઠા! તો બાટલા ઓછા પડ્યા.

વાતો બહેનોની ક્યાં ખતમ થાયે છે જટ,
બેઠી મળી વાતે પાટલા ઓછા પડ્યા.

ગણિતને તો અઘરું માનતો 'તો પે'લાં હું,
પણ આવડ્યું ત્યારે દાખલા ઓછા પડ્યા.

છે માણસાઈ ખલ્લાસ થઈ માણસ મહીં,
નહિ તો બને નહિ કે આશરા ઓછા પડ્યા.

દિલને દિલાસાઓ તો મળ્યા'તા ખૂબ, પણ-
અફસોસ કે એમાં આપણા ઓછા પડ્યા.

વરસાદ પાછી પાની કરે છે ને "વિજય"!
શાયદ હવે એને ઝાડવાં ઓછા પડ્યાં.


Rate this content
Log in