Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jitendra Bhavsar

Romance Inspirational Classics

2  

Jitendra Bhavsar

Romance Inspirational Classics

ગઝલ

ગઝલ

2 mins
6.9K


 હકના મારા અજવાળાનું માંગુ નાખું,

 ના સોનાનું પણ તાંબાનુ માંગુ નાખું.

 મારી બરબાદીની મોંઘી ઇમારતમાં-

 જે છે તે સંગીન પાયાનું માંગુ નાખું.

 ઉપરવાળાની વાતોમાં માથું મારુ,

 માથે થોકાતા માથાનુ માંગુ નાખું.

 ગિરધારી છે, આવીને પૂછી પણ નાંખે,

 કે ચાલો મારી રાધાનું માંગુ નાખું.

 મોડી રાતે અંધારાના મનમાં આવ્યું ,

 આકાશી કોઈક તારાનું માંગુ નાખું.

 જીવનભર જે જે ઇશારાથી વિંધાયો છું ,

 તે તે કાતિલ ઇશારાનું માંગુ નાખું.

 ને વન ફાઇન ડે મળ્યો છે આજે તેથી,

 જાને જીગરથી પ્યારાનું માંગુ નાખું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance