Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જાગોને જશોદાના જાયા
જાગોને જશોદાના જાયા
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   41    2


Content Ranking

જાગોને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…

જાગોને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…

જાગોને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…

જાગોને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…

જાગોને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…

જાગોને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

જાગ જાદવા જશોદા જાયા ઝવેરચંદ મેઘાણી old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..