Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Solanki

Inspirational

5.0  

Hardik Solanki

Inspirational

ચાલ જીવી લઈએ

ચાલ જીવી લઈએ

1 min
322


હૈયામાં ભરી હામ, આકાશને બાથ ભીડી લઈએ;

શ્વાસમાં ભરી વિશ્વાસ, ચાલ જીવી લઈએ!


રસ્તા હોય કપરાં, લોકો હોય અઘરાં;

ઘટાડી અંતરનાં અંતર, ચાલ જીવી લઈએ!


ગઇકાલની રેતી સરકાવી દઈએ હાથથી;

રોજ કરીને મોજ, ચાલ જીવી લઈએ!


ગાઈ રાગ મલ્હાર, ભીંજવી દઈએ જિંદગી;

મેઘધનુષથી રંગી સપનાં, ચાલ જીવી લઈએ!


સંતાડી આતમને છૂપાવું છે કયાં સુધી?

જાતથી મળાવી હાથ, ચાલ જીવી લઈએ!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational