Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Classics Drama

3  

Harshida Dipak

Classics Drama

ગીત - ' ખુલ્લુ આકાશ '

ગીત - ' ખુલ્લુ આકાશ '

1 min
7K

અણિયાળી ચાંચ એની રાતી છે માળ,

લીલો પોપટ બેઠો છે લીલી આંબાની ડાળ,

સામે બેઠેલ ઓલી પોપટી ને બોલે,

હાલને એલી જઇયે આજ સરવરની પાળ,

હાલને એલા ભરી લઈએ ખુલ્લું આકાશ .....

લાગણીમાં લથબતી વાતુ વાગોળીને અણદીઠાં સપનાઓ ખોલીએ,

ભીની છે રાતોને, ઝગમગતી જાતોને, ફૂલડાં સમ બાગમાં ઝબોળીએ,

સતરંગી રંગોના પગલાંની છાપુંથી થનગનતાં હૈયામાં ઉઘડે પરસાળ..

હાલને એલા ભરી લઈએ ખુલ્લું આકાશ....

તરસી છે ધરતીને વેદના છે, વેગળી એ વેદનાને હાથ કેમ રાખું,

વરસાદી છાંટા ને હૈયામાં ઝીલીને વાયરાને કેમ કરી ચાખું,

રૂપેરી તાર મહીં ગૂંથવાની એક - મેક જીવતરની મનગમતી ઝીંણેરી જાળ....

હાલને એલા ભરી લઈએ ખુલ્લું આકાશ .....

Rate this content
Log in

Similar gujarati poem from Classics