Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

3  

Purnima Bhatt

Others

ઉષ્ણતા સભર

ઉષ્ણતા સભર

1 min
6.9K


આથમણી કોર મોરનું પીંછું ખર્યું હતું
આંખોમાં એક દ્રશ્ય અમે ચીતર્યું હતું
 
એની અનોખી ચાલમાં નર્તન કશું હતું
આ દ્રશ્ય જોઈ આભ નીચે ઉતર્યું હતું
 
ક્ષિતિજ-ધરા મિલનની હતી મુગ્ધ એક પળ,
થઈ સ્તબ્ધ કોણે છત્ર ગગનનું ધર્યું હતું
 
હું પણ કશું કહું નહીં, તું પણ કહે નહીં
આ મૌનથી પ્રણયનું સુમન પાંગર્યુ હતું
 
જયાં સ્પર્શ ટેરવેથી થયો ઉષ્ણતા સભર
ધબકાર વચ્ચે કોણ અહી થરથર્યું હતું
 
થોડાંક તેં દીધેલ એ સ્વપ્નો સિવાય તો
અસબાબમાં મેં બીજુ નવું ક્યાં ભર્યું હતું?
 
શ્વાસોમાં ઓતપ્રોત થતું જાય છે સ્મરણ,
લોહી બનીને ક્યાંક ઝરણ નીતર્યું હતું


Rate this content
Log in