મળે છે
મળે છે
1 min
6.8K
તમારા ગણો એ જ આપે તમોને
વધારે સદા આપદાઓ મળે છે
સગાં છે બધાએ સુખોના અહીં તો
રહે જ્યાં સુખો ફાયદાઓ મળે છે
સહો દુઃખ બધાના ધરો સુખ બધાને
બધાના નવા કાયદાઓ મળે છે
જો લેવું હશે જૂનું બાકી તમારે
બધેથી સદા વાયદાઓ મળે છે
કરે કામ દિલથી બધાના અહીં જો
તમારા તમોને ખુદાઓ મળે છે
ભિખારી બધા છે સદા રૂપિયાના
હશે રૂપિયા તો દુવાઓ મળે છે
નકામા ખુદાઓ જુદા જો બનાવ્યા
નકામી બધાની સજદાઓ મળે છે
સદા ફૂલ ખીલતા નથી આ ચમનમાં
બધે કંટકોની અદાઓ મળે છે
સુગંધો હવે ના મળે ફૂલમાંથી
ખરી ગંધ કાટા મહીંથી મળે છે