Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

ઈરાદો

ઈરાદો

1 min
436


ઈશ્કમાં નેક ઈરાદો હૃદયનો પરખાય પછી આવજે,

ને ખામોશ સાદ મારી ધડકનનો સંભળાય પછી આવજે !


આ કંદરાઓમાં ગુંજી રહ્યો હુંય જન્મોથી એક જ ઈરાદે,

જો તારા ખાલીપાનું મૌન તારામાં પડઘાય પછી આવજે !


સદા સાદગીનાં સૌંદર્યને જ ચાહવાનો ઈરાદો હતો મારો,

શણગાર તારો જોઈ ખુદ અરીસો શરમાય પછી આવજે !


બધી જ ગઝલો લખાઈ છે તારી ચાહતના બુલંદ ઈરાદે,

બે શબ્દો વચ્ચે ચહેરો મારો તને દેખાય પછી આવજે !


સ્થિરતા મહીં ભટકનમાં શોધ તારી જ છે, કોણ સમજશે?

ને ખુદ મને પામવાના સરનામા અટવાય પછી આવજે !


કૂંપળો મિલનની ફૂટી છે મારા ઈરાદાઓના ગુલશનમાં,

તારી રંગીન આરઝૂઓનો બાગ મુરઝાય પછી આવજે !


એક "પરમ" ઈરાદો તને હૃદયથી પામવાનો મારો જન્મોથી,

જ્યારે મારૂં આ "પાગલ" પન તને સમજાય પછી આવજે !


Rate this content
Log in