Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Tragedy

2  

BINAL PATEL

Tragedy

અને હું હારી ગઈ!

અને હું હારી ગઈ!

1 min
2.8K




વિચારોના વમળ સાથે વીંટળાઈ હું,

રસ્તે આવતા જતા દીનદુઃખીયાંઓની પીડામાં ફસાઈ હું,

પગદંડી પર ચાલતા એક અનોખા વિચારમાં લપેટાઈ હું,

જોયું એક દ્રશ્ય એવું જેની સાથે ખોવાઈ હું,


વૃદ્ધ, લાચાર, બેબસ, અપંગ માનવી,

ના હોશ એમને દુનિયાના, ના જીવવાનો કાંઈ જોશ,

રોજ જોઉં હું એમને, થયું કાંઈક તો કરી શકું હું!!


મળ્યા અમે થોડા સાથીઓ, જણાવી મેં આખી કથની,

મનથી કરી મહેનત ને થોડા અંશે પાર પણ પડ્યા અમે,

રહેવા ઓટલો ને ખાવા રોટલો, કરી અમે કાંઈક ગોઠવણ,


વાત આખી બની ગઈ પછી આવ્યું સામે એક સત્ય કડવું,

વાત જાણી બની ગઈ હું અવાચક,

વૃદ્ધને આદત નશાની, નથી છોડવી એ આદત,


"નશો મળે તો હું જાઉં બીજે, નહિ તો અહીંયા દલદલમાં જ ફસાઉં,"

શબ્દ એ વૃદ્ધના સાંભળી, બની ગઈ હું લાચાર,

જેને જીવવામાં જ નથી રસ એને કઈ રીતે જીવાડું??


આવું નથી બહાર એ કીચડમાંથી, એને કઈ રીતે સવારું?

શું આ જ છે દુનિયા? આ જ છે ફૂંફાડા મારતો કાળો કળિયુગ?


મનની લાચારી કહી ના શકી હું, સવાલોના ટોપલા ખોલી ના શકી હું,

ફરી મન બનાવ્યું, કરીશું કાંઈક સારું, થશે કાંઈક અલગ, કરીશું કોઈની મદદ ફરી દિલથી,

કામે લાગી ગઈ ફરી જિંદગી,


નવા રસ્તા, નવા પ્રયત્ન, નવા વિચારો, નવા સપનાઓમાં ખોવાઈ ગઈ ફરી આ જિંદગી,

ફૂંફાડા મારતો કાળો કળિયુગ, સામે જેની થઇ મારી કારમી હાર,

અને એકવાર ફરી કળિયુગ સામે હું હારી ગઈ હું................"


Rate this content
Log in