Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

ભારી કમી રહી

ભારી કમી રહી

1 min
6.7K


બાએ ઘડેલા ઘાટની મારી છબી રહી,
બાની છતાં એ આજપણ ભારી કમી રહી.
 
ઘરમાં બધાનો રાખતી પાકો ખયાલ તે,
માતા વગરની જિંદગી આહો ભરી રહી.
 
રાખે બધાને લાગણી ભીના લગાવથી,
સૌને સરીખા હેતુની લગની ધરી રહી.
 
ઓછો વધારે કોઈને આપ્યો નહી સમય,
મમતા ભરેલી કાયમી ચાહત બની રહી.
 
નવ નવ મહીના ગર્ભની પીડા સહન કરી,
આપી જનમ ને બાળને મોટા કરી રહી.
 
સૌને જમાડી આખરે પોતે જમે પછી,
સીને લગાવી બાળને ભીને પડી રહી.
 
માસૂમ બતાવો માતની આ જોડી કહીં મળે,
દુ:ખો ઉઠાવી જાત પર ઘર સાચવી રહી.


Rate this content
Log in