Harshida Dipak

Romance


3  

Harshida Dipak

Romance


'ગંગા - ઝમઝમ'

'ગંગા - ઝમઝમ'

1 min 13.4K 1 min 13.4K

સપ્તસુરા તું જ સરગમ હોય છે 

હોઠ પર જે નામ અણનમ હોય છે


સાચવી છે એમ ઈચ્છા સામટી

ફૂલ ઉપર જેમ શબનમ હોય છે 


હા ! કલમ - કાગળ રહે સંગાથમાં 

એટલે તો શબ્દ - સંગમ હોય છે 


પ્રેમથી  માથે  ચડાવું  નીરને 

એજ ગંગા એજ ઝમઝમ હોય છે 


છે ખબર એ આવશે નહિ તે છતાં

રાહ એની તોયે હરદમ હોય છે  


Rate this content
Originality
Flow
Language
Cover Design