Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

અસલિયત

અસલિયત

1 min
14.1K


દુ:ખતી'તી એ રગને દબાવી દીધી!
એમણે પણ અસલિયત બતાવી દીધી!

સાથ ચાલ્યા,તો ચાલ્યા'તા મતલબ સુધી:
એ પછી ઓળખાણો ફગાવી દીધી!

ક્રુર થઈને ગળું મેં ય ઘોંટી દીધું!
એક ઈચ્છાને એમ જ પતાવી દીધી!

જીતવાથી મળી જાય સઘળું પરત;
આખરી બાજી એથી લગાવી દીધી!

જીંદગીએ સતત એમ જોયા કર્યુ;
આપણે એને જાણે ફસાવી દીધી!

શ્વાસ આંકી ગયા અેક રેખા અહીં,
હદ હતી, પણ અમે એ વટાવી દીધી!


Rate this content
Log in