વૃક્ષ (ગીત)
વૃક્ષ (ગીત)
વૃક્ષો ઊગાડી ફૂલડાં ધરીશું,
ધરતીનાં ધાવણ ઊજળાં કરીશું.
પાણી રેલાવી દુનિયા આખીમાં,
વૃક્ષોના મીઠાં ગીતડાં ભરીશું.
વૃક્ષોની ભાષા સૌને ભણાવી,
નિરોગી સૌનાં તનડાં કરીશું.
ફૂલો ફળોની ઊજળી જુબાને,
સૌનાં મીઠાં મનડાં ભરીશું.
છાયા ઊગાડી સહરાના દિલની,
જ્વાળાને પળમાં ફૂલડાં કરીશું.
માતા ધરાને ચુંદડી ઓઢાડી,
જગના લીલાં દલડાં કરીશું.