Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નાખેલ પ્રેમની દોરી
નાખેલ પ્રેમની દોરી
★★★★★

© Meerabai Sant

Classics

1 Minutes   50    2


Content Ranking

નાખેલ પ્રેમની દોરી,

ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.

આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના !

વચમાં કાનુડો નાખે ફેરી રે... ગળામાં અમને.

વૃંદા રે વનમાં વા’લે ધેનુ ચરાવી,

વાંસળી વગાડે ઘેરી ઘેરી... ગળામાં અમને.

જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં’તાં,

ભરી ગાગર નાખી ઢોળી... ગળામાં અમને.

વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે,

કા’ન કાળો ને રાધા ગોરી... ગળામાં અમને.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,

ચરણોની દાસી પિયા તોરી... ગળામાં અમને.

ગંગા યમુના મીરાંબાઈ old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..