Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ડગલું ભર્યૂં કે ના હઠવૂં
ડગલું ભર્યૂં કે ના હઠવૂં
★★★★★

© Narmad Gujarati

Classics

1 Minutes   64    2


Content Ranking

ડગલું ભર્યૂં કે ના હઠવૂં ના હઠવૂં;

વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.

ડગલું ભર્યૂં કે ના હઠવૂં...

સમજીને તો પગલૂં મુકવૂં, મૂકીને ના બ્હીવૂં;

જવાય જો નહિં આગળ તોયે, ફરી ન પાછું લેવૂં-

વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.

ડગલું ભર્યૂં કે ના હઠવૂં...

ભણી ગણી જન પુખ્ત વિચારે, પાયો નાખે મજબૂત;

કો કાળે પણ જસ મોટો લે, નર્મદ કેરૂં સાબૂત-

વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.

ડગલું ભર્યૂં કે ના હઠવૂં..

ડગલું ભરવું નર્મદ Old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..