Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

ખુદા નડતો નથી

ખુદા નડતો નથી

1 min
6.9K


શ્વાસ ઇશ્વરની વગર ચડતો નથી,

શ્વાસ ઇશ્વરની વગર પડતો નથી.


કોણ ક્હેશે કે ખુદા હોતો નથી,

છે જ તારી ભીતરે જડતો નથી.


માનવી ફાટી ગયો છે એટલે,

આ ખુદા ઝઘડા કરી લડતો નથી.


માન તું આભાર એનો એટલો,

વાત વાતે એ તને નડતો નથી.


છે ખુદાની એટલી આદત ખરી,

શ્વાસ આપીને પછી ઘડતો નથી.


છે ઘણો લોભી અહીંનો માનવી,

લાભ લઇને એ કદી જડતો નથી.


આભ,ધરતી, તેજ,પાણીને હવા,

રોજ અડતાં, તું કહે અડતો નથી.


Rate this content
Log in