Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

રસ્તો

રસ્તો

1 min
7K


ખબર કોને અહીંથી નીકળી ક્યાં જાય છે રસ્તો;
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

નિહાળી કોઈ લલનાને ગલીનાં મોડ પર મિત્રો;
મને બીજો કોઈ ક્યારેય ક્યાં દેખાય છે રસ્તો?

વિચારોને વિચારોમાં વિચારી જોઈ મેં લીધું;
કે એના ઘર તરફ મારા જ ઘરનો જાય છે રસ્તો;

હવે આઘા ન જાઓ મારી આંખોમાં રહો કાયમ;
જરા પણ દૂર જાઓ તેટલો લંબાય છે રસ્તો.

અધર પર સ્મિત લઈ મારી તરફ આવો તમે જયારે;
ભૂલી સઘળું ય આંખોમાં સમાતો જાય છે રસ્તો.

જગત જુએ તમોને હું તમોને દેખતો રહું છું;
તમે જ્યાં જાવ છો બસ એ તરફ ફંટાય છે રસ્તો.

કદીક વેરાન રસ્તા પર નજર તારી પડી જાયે,
ને તારી ઝુલ્ફની ખુશ્બુથી બસ મહેકાય છે રસ્તો.


Rate this content
Log in