Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Suresh Patel Samay

Others

2  

Suresh Patel Samay

Others

કવિતા

કવિતા

1 min
1.2K


૧)
 
સદાય ચાલતા રહેવામાં મજા છે જો,
સદાય કહેતા રહેવામાં મજા છે જો.
પુરી કરવા "સમય" તારી આજે માનતા
"તારો"બની ખરી જવામાં મજા છે જો
 
૨)
 
બસ વાંચવા વાળા ને ખબર નહોતી,
બાકી
મારો ચહેરો ચોપડી થી ઓછો નહોતો
 
૩)
 
સોળે કળાએ સોળનો સરળ અંત આણ્યો,
અને સમય સત્તરનો તો જાણે હવે આવ્યો!
 
૪)
 
તારી આંગળીના
ટેરવા ધબક્યા નથી,
અને
મારા હૃદય ધબકારા
હિબકે ચઢ્યા નથી.
 
૫)
 
સમય મન છે,
અને
મન અમન છે.
 
૬)
 
સમાન પરિસ્થિતિમા ચાલતો સમય છું હું,
સુ રેશ છું હું દરેક હારમાંથી જીત્યો છું હું!
 
૭)
 
દરેક મનુષ્ય માત્રના કરમમાં તુ જ છે,
સમયની નજરે આ શરતમાં તુ જ છે.
 
૮)
 
મારાં "શબ્દો"નું માંગુ લઈને આવું છું
તારી એક "ગઝલ" તુ કુંવારી રાખજે.
"સમય" જ્યારે જાન જોડી આવશે,
મારા શબ્દોનો "હસ્તમેળાપ" થાશે,
"ગઝલ" સાથે ફરશે આજે સાત ફેરા.
 
૯)
 
માટીમાં આટલી તાકાત ન હોય,
નક્કી ક્યાંક છુપાયો છે તુ કણમાં.
હા ક્યાંક સમજાયો છે એ મૂંઝારો,
આજ અનુભવ્યો છે આવરણમાં.


Rate this content
Log in