Harshida Dipak

Classics Others


3  

Harshida Dipak

Classics Others


ઝાંપે ઝાલર વાગી

ઝાંપે ઝાલર વાગી

1 min 13K 1 min 13K

ઝાંપે ઝાલર વાગી રે .....

રાણાજી બાહર ઝાંપે ઝાલર વાગી રે ....

એ સાંભળવા ખડકી ખોલી રઘવાઈ થઈ ભાગી રે ...

રાણાજી બાહર ઝાંપે......

કાંબી, કડલાં, ઝાંઝરિયુંને આઘે આઘાં ઠેલી 

શ્યામલ રંગે રંગાયાં સપનાંનાં વેલા-વેલી 

ઘેન ભરેલી આંખ્યુમાં ઈ રણઝણ થઈ વરણાગી રે ....

રાણાજી બાહર ઝાંપે......

આંગણ વચ્ચે અટવાયેલી અટકી અટકી ફરતી 

અંધારે જઈ અજવાળાંની વાતો મીઠી કરતી 

ઝાલરના રણકારે આખી જાત સફાળી જાગી રે .....

રાણાજી બાહર ઝાંપે......

ભીતર આંખો ખુલ્લે ખુલી બહાર બંધની બંધ 

તંબુરાના તારે તારે નામ કર્યું અકબંધ 

ઝાલરના એ રણકે રણકે રટણ શ્યામની લાગી રે .....

રાણાજી બાહર ઝાંપે......


Rate this content
Originality
Flow
Language
Cover Design