Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

દીકરી

દીકરી

1 min
6.5K


માતના વ્હાલે વણાતી દીકરી,
બાપની ચિંતા જણાતી દીકરી.
 
પારકી થાપણ જગત પણ માનતું,
સાપનો ભારો ગણાતી દીકરી.
 
ઘર તણી શોભા વધારી આપતી,
મન મહીં છો ને દબાતી દીકરી.
 
દીકરો વારસ બની ને અવતરે,
કુળની લક્ષ્મી જપાતી દીકરી.
 
કોઈ વાતે કમ નથી પણ જનમતે,
દીકરાથી કમ ગણાતી દીકરી.
 
રૂપ દીધું ઇશ્વરે કામણ ભરી,
કેટલી નજરે સમાતી દીકરી. 
 
જોઈલો માસૂમ સમજની દુવિધા,
આખરે અબળા મનાતી દીકરી.


Rate this content
Log in