Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

ઇ તો મેહૂલિયો ...

ઇ તો મેહૂલિયો ...

1 min
13.1K


પહેલાં ફોરાંમાં ભીંજાણી
      વાતુ  વાયુમાં   વિંજાણી
ઓલી વાદલડી  હરખાણી
      પ્રીત્યુ  પ્રિતમની પરખાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો...

  કાંઠે કાંઠે  વહેતી  વહેતી
      નજરું બાંધી અમે સમેટી
ઝબકી વિજળી પણ શરમાણી
          ઊઁચે  આભે  જઈ  પથરાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો...

 ચમકે પાલવનો ચમકારો
      ઘમકે  ઘુઘરીનો ઘમકારો
મનમાં   મોતીડે    રંગાણી
           અડધી  રાતે  ઇ સમજાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો...

 સૂરજ  ઉગ્યો  આજે વહેલો
      આવ્યો તેજ લિસોટો પહેલો
અડધી   રાતે  હું  મુંજાણી
            વેણું  નાદે   હું  બંધાણી
ઇ તો મેહુલીયો...આ તો મેહુલીયો


Rate this content
Log in