Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

ઝણ ઝણ ઝણ ઝણકાર,

ઝણ ઝણ ઝણ ઝણકાર,

1 min
14.2K


જળ તો ઝળહળ ઝાંઝરી, ઝણ ઝણ ઝણ ઝણકાર,
જળ સૂરજથી ઝળહળાં, ઝબ ઝબ ઝબ ઝબકાર!

સંધ્યા ખીલી આજ તો આકાશેથી આમ,
પીળચટ્ટાં પરદેશમાં ભૂલું પડતું ગામ.

પંખીઓની પાંખમાં પારસનો ચળકાટ,
ભરવાડાની ડાંગનો ભામ્ભરતો થડકાટ.

સાંજ પડી ગઇ સીમમાં, ગામ હવે શું વાર?
નભની દીવાલો મહીં સૂર્યકિરણની ગાર!

સાંજે સાંજે સાંજ-વન, શાંતિ. .શાંતિ. .શાંત,
લોક મહીંથી વેદમાં, વદ. .વદ. .વદ. .વેદાંત!


Rate this content
Log in