Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

2  

Jayshree Tilala

Others

તરબોળ જોઈયે

તરબોળ જોઈયે

1 min
7.1K


આમ જોવા જઈયે તો
મહોરાં વાળો માણસ
 
વેદના ક્યાં દેખાય છે કોઈને
બસ, હસતા મહોરાં જોઈયે
 
જીવ ભલે ચુંથાતો હોય
બસ, અમીના ઓડકાર જોઈયે
 
અંદરથી શાંતિ ઝંખતો જીવ
બસ, જુસ્સાથી લડતો જોઈયે
 
ઠેઠ સુધી તરસતો જીવ
બસ, પ્રેમથી તરબોળ જોઈયે
 
ભરી મહેફીલમાં એકલો જીવ
બસ, પ્રશંસકથી ઘેરાતો જોઈયે
 
અંદરથી કંઈક અલગ જીવ
બસ, બહારથી ગજબ જોઈયે


Rate this content
Log in