તારલા
તારલા
1 min
13.6K
આજ નભથી ચૂંટવા છે તારલા,
ચોટલે તવ ગૂંથવા છે તારલા.
ચમકતી લાગે સદા તે કારણે,
પાલવે તવ ટાંકવા છે તારલા.
બારણું શણગારવાને કાજ તવ,
ટોડલે લટકાવવા છે તારલા.
હો ભલે લાખો પડેલા કંટકો,
રાહમાં તવ વેરવા છે તારલા.
જે થવાનું હોય,છો ને જાય થઇ,
આજ 'જશ' ને ચૂમવા છે તારલા.