Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

ભીંજાયા

ભીંજાયા

1 min
13.3K


આ મોસમ નો પહેલો પહેલો વરસાદ
ને તમારી યાદો બેસૂમાર ;
લો ભીંજાયા અમે ફરી અંદર ને બહાર.


આ માટી ભીની ખુશ્બુદાર
 ને તમારા સાથ નો અહેસાસ ;
લો ભીંજાયા અમે ફરીઅંદર ને બહાર.


આ વીજળી ની તેજ કટાર
 ને તમારા સ્પર્શ ની એક આશ ;
લો ભીંજાયા અમે ફરીઅંદર ને બહાર.


આ વાદળો ની મંદ ટકરાર
 ને તમારી શ્વાસો ની સુવાસ ;
લો ભીંજાયા અમે ફરીઅંદર ને બહાર.


આ મેઘ ની શીતળ ધાર
ને તમારા હય્યા નો ધબકાર ;
લો ભીંજાયા અમે ફરીઅંદર ને બહાર.


.આ શ્રાવણ ની ઠંડી રાત
 ને તમારા સાથ ની થઇ વાત ;
લો ભીંજાયા અમે ફરીઅંદર ને બહાર.


Rate this content
Log in