Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational Others

3  

Harshida Dipak

Inspirational Others

એય ચિતડા

એય ચિતડા

1 min
13.3K


એય... ચિતડા...

શું કાંતે છે ઝીણું ઝબાક મન માલીપા,

એય ચિતડા...

જીવતરના તારોને અવળા વિટ્યા છે આલીપા.


રામ - રખોપા મોટા સમજી ઘર બારે તું જાતો,

ડગલે - પગલે ઠોકર લાગે અહમ નહિં સમજાતો,

એય... ચિતડા...

સાચા - ખોટા ચકરાવામાં ઘૂમે છે ખાલીપા.


ગુરુ ચરણમાં જઈને બેઠો શબદ ન એકે જાણ્યો,

ધૂમ મચાવી, રંગ જમાવી, રંગ ન એકે માણ્યો,

એય... ચિતડા...

ચપટી અજવાળાથી ખીલશે ફુલમાં ઝાકળટીપાં.


રામ - રહીમ કે અલ્લા - ઈશ્વર એક તત્વ છે અંદર,

પળને પળમાં જાણે નહીં તો દેખે નહિ સમંદર,

એય.... ચિતડા...

સત્ય - પ્રેમ ને કરુણા સર્જે કણકણમાં રાજીપા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational