Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગુલાલ આપો
ગુલાલ આપો
★★★★★

© Dilip Ghasvala

Others

1 Minutes   6.7K    4


Content Ranking

એક ખોબો બસ અબીલ ગુલાલ આપો,
રંગવા   ને  માટે  કોરો  ગાલ  આપો.

માવઠાની બીક રાખી પ્રેમ થાશે?
વાદળાઓથી છલોછલ વહાલ આપો.

ધૂળ જામી છે ભિતરના આયનામાં;
ભૂલ-કણોને લુંછવા રૂમાલ આપો.

જંગ માંડ્યો, મોત સામે જિંદગીએ;
જીતવાને કોઈ સારી ચાલ આપો.

સર્વ શ્રદ્ધાઓ  ફળો  સાથે  સબુરી,
ઉમદા બસ એક એવો ખ્યાલ આપો.

દિપ, સુમન, ધ્યાન, આસ્થા, ધૂપ, ધૂણી,
સાંઈની દૂકાનનો આ માલ આપો.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..