Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

2.5  

Pragna Vashi

Others

નકારી જાઉં હું...

નકારી જાઉં હું...

1 min
13.5K


હોય મોઘમ તો નકારી જાઉં હું,
વાત નક્કર હો હકારી જાઉં હું.
 
તારે પગલે ક્યાં સુધી પગ માંડવા?
મારે હાથે લેને તારી જાઉં હું.
 
ક્યાં મળે છે એ મને પૂરેપૂરો,
મળશે પૂરો, તે’દી વારી જાઉં હું.
 
જિંદગીને ક્યાં કશી તકલીફ છે,
જીવવાને નામે મારી જાઉં હું!
 
નામ ચર્ચામાં નથી તો શું થયું?
કામ મુજ આગળ વધારી જાઉં હું


Rate this content
Log in