Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

જાગને જાદવા! રાત થોડી રહી

જાગને જાદવા! રાત થોડી રહી

1 min
123


જાગને જાદવા ! રાત થોડી રહી,

મંડળિક રાય મુને બીવરાવે,

અરુણ ઉદિયો અને હરણલી આથમી,

તુંને તો યે કરુણા ન આવે. - જાગને. ૧

ભોગળ ભાંગિયે રાય દામોદરા!

ઉઠો જદુનાથ દેવાધિદેવા !

મંડળિક મદભર્યો ઓચરે અઘટતું,

જાણે નરસૈંયાની જૂઠી સેવા - જાગને. ૨

ભક્તપાલક, દયાશીલ તું શામળા !

માહરે પ્રીત પૂરણ છે તારી,

નાગરાશું નવલ નેહડો દાખવો,

અકલિત ચરિત તારા મુરારિ. - જાગને. ૩

માહરે 'નરહરિ' નામ રૂદે વસ્યું,

'પતિતપાવન' તરૂં બિરૂદ કહાવો,

ગ્રાહથી ગજને મૂકાવિયો શ્રી હરિ !

દાસ નરસૈંયાને તેમ મૂકાવો.- જાગને. ૪


Rate this content
Log in