વાટાઘાટો
વાટાઘાટો
1 min
281
વ્યોમ ને ભૂમિ વચ્ચે,
વાટાઘાટો શરૂ થઈ,
ઝરમર ઝરમર શરૂ થઈ,
દુઃખની બધી વાતો ગઈ,
નદી નાનકડી વહેતી થઈ,
ને હોડી મારી તરતી થઈ,
પવન ફૂંકાયો જોરદાર,
છત્રી મારી ઉડતી થઈ,
અંગેઅંગ ટાઢક પ્રસરી,
ને ગરમી છૂમંતર થઈ,
દુઃખ પછી સુખ આવેજ,
વાર્તા અહીં સમજાય ગઈ.