Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

રોજ આ

રોજ આ

1 min
14.1K


લાગણીઓ તરફડે છે રોજ આ

વેદનાઓ થરથરે છે રોજ આ


ભોંયમાં દાટેલ ઇચ્છાઓ બધી

નીકળીને કરગરે છે રોજ આ


આવવાની આશ તો સ્હેજે નથી

યાદ કેવી બડબડે છે રોજ આ


પોપડા જૂના ઉખાડે શું વળે

વારતાઓ ફરફરે છે રોજ આ


ભૂલવાની કોશિશો કરવા છતાં

ઘાવ જૂના ચરચરે છે રોજ આ


રોજ જેઓ મૌન ઘુમતા આંગણે

અશ્વ કેવા હણહણે છે રોજ આ


રાખુ આઘી તોય 'જશ' કેમની

કામનાઓ ટળવળે છે રોજ આ


Rate this content
Log in