Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

મકાન છે...

મકાન છે...

1 min
13.3K


રેતી, સિમેન્ટ, ઈંટનું કાચું મકાન છે,
છાંટીશ પ્રેમજળ પછી પાકું મકાન છે.
 
પૂછે શું ભીંતને હવે ચહેરાઓ યાદ ના?
યુગોથી બારી બંધ ને ખુલ્લું મકાન છે.
 
આવે ન કોઈ જ્યાં હવે, ના જાય ત્યાંથી કોઈ,
રહેવા હવાને કેટલું મોટું મકાન છે!
 
જે બા’રસાખે કંકુના થાપા રહે ઝૂરી,
તે ઘર પછી શું ઘર રહે ? સૂનું મકાન છે.
 
જ્યાં પૂર્વજોની યાદનાં તોરણ હજી લીલાં,
એ યાદમાં હજી ઉભું મારું મકાન છે.


Rate this content
Log in