Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Others

5.0  

Heena Pandya (ખુશી)

Others

ન પૂછો તમે

ન પૂછો તમે

1 min
479


આંખને ખાર છે કેટલો એ ન પૂછો તમે,

પાંપણે ભાર છે કેટલો એ ન પૂછો તમે.


જે હશે એ પછી આવશે ને જશે સ્વપ્નમાં,

યાદનો માર છે કેટલો એ ન પૂછો તમે.


કેટલું વસમુ લાગે હૃદયને કહી ના શકું,

ભીતરે વાર છે કેટલો એ ન પૂછો તમે,


પ્રેમનું ઠામ ભૂલી જશે આ જમાનો અહીં,

લાગણી બહાર છે કેટલો એ ન પૂછો તમે.


ના મળે દર્દ કિંમત ખુશીની ક્યાં કોઈ કરે,

જાતનો સાર છે કેટલો એ ન પૂછો તમે.


ખોબલા જેટલી પાળમાં ડૂબશે કેટલાં ?

આંસુનો પાર છે કેટલો એ ન પૂછો તમે.


Rate this content
Log in