Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Classics

4  

Gunvant Upadhyay

Classics

સમય !

સમય !

1 min
13.5K


શબ્દ; ટહુકો; આંગણું; ફૂલો ભર્યો સમય--

જો મળે તો થાય કે સારસ કર્યો સમય.

ગ્રીષ્મમાં ઠંડક સમી ક્ષણને સજાવતો--

પારદર્શક લાગણી આરસ મઢ્યો સમય !

ચોખ્ખુંચટ દેખાય છે સઘળું છૂપાયેલું--

આંખની કીકીમાં કલરવ બન્યો સમય !

નીચું કે ઊંચું હોય છે એવું ગણિત ક્યાં?

જો નમ્યા તો સામેથી પણ નમ્યો સમય !

હાથમાં કેવળ હતી ઝારી જ જળભરી--

ટેરવે ઝરમર થઈ પળપળ ઝર્યો સમય !


Rate this content
Log in