વાત તો છે...
વાત તો છે...
કોક રાતે પણ જગાડે, વાત તો છે,
રોજ આશાઓ બતાવે, વાત તો છે.
રોગ મનના એ મટાડે, વાત તો છે,
તે છતાં દિલને રડાવે, વાત તો છે.
હું રિસાયો તો હતો એના જ લીધે,
એજ આવીને મનાવે, વાત તો છે.
સાવ તૂટીને વિખેરાઈ ગયો'તો,
તે છતાં કોઈ ઉઠાડે, વાત તો છે.
આમ તો ફૂલો ઘણાં છે રાહમાં પણ,
તોય કાંટા પર ચલાવે, વાત તો છે.