ચોમાસે મેઘ ગાજે
ચોમાસે મેઘ ગાજે
1 min
7.0K
ચોમાસે મેઘ ગાજે તારી યાદો આવી આજે
પણ જો તું ન આવે પણ જો તું ન આવે
પણ જો તું ન આવે તો પ્રેમ તારો લાજે
ચોમાસે મેઘ ગાજે
ભીંજાવ હું જ્યારે આ મેહૂલો ધોધમાર વરસે
પણ એ ન જાણે કે મારું મન તારા કાજે તરસે
આજે પણ એક આશ છે મારા મનમાં
કે મારી વાહલી જિવનમા પાછી ફરશે
કોઈ ઊભું દરવાજે કે કાન મારા ગાજે
ચોમાસે મેઘ ગાજે
મનાવું હું ઘડીએ ને ઘડીએ જો તું ન માને
જો તું માને હું પંખી બની ઉડું આસમાને
આજે પણ મારા શ્વાસ છે તારા મનમાં
પણ પ્રશ્નનાં કરજે કે એમ શાને?
ઢેલ ઘેલી બની આજે કોઈ મોરના અવાજે
ચોમાસે મેઘ ગાજે