Manu V Thakor

Fantasy


3  

Manu V Thakor

Fantasy


હાઈકુમાળા

હાઈકુમાળા

1 min 6.9K 1 min 6.9K

1)

હરેક પળ

ઇંતજાર રહેશે

મિલનતણો

 

2)

છે અકબંધ

આંખોમાં અઢળક

તુજ પ્રણય

 

3)

આવશે જોજો,

એકરોજ તમોને,

યાદ અમારી

 

4)

સ્મરણ તારું,

કેમ કરી ભુલાવું,

મુજ હૈયાથી

 

5)

સાદગી જેવો

શણગાર બીજો શું,

સુંદરતાને?

 

6)

તરસાવે છે

બની ઝાંઝવાજળ

અમ તૃષાને

 

7)

ખળભળાટ

વાદળોનો ઉરમાં

વરતાય છે

 

8)

ટમટમતા

તારલામાં શોધતો

એક ચાંદને

 

9)

પંખ પસારી

આંબવાને આકાશ

ઊડી લઇશું

 

10)

સંબંધો સર્વ

સમીકરણ સમ

અટવાયો હું!

 

11)

રહેશો તમે

યાદગાર બનીને

અમ યાદોમાં

 

12)

પુષ્પ ખીલતાં

શાળારૂપી બાગમાં,

બાળક સમ

 

13)

ખીલતાં ફૂલો,

જીવનરૂપી બાગે,

કેવા ખુશીનાં

 

14)

કમળ બની,

કાદવમાં ખીલતું,

ફૂલ સુગંધી

 

15)

અજનબી છું

આવકાર મળશે,

તમ હૃદયે?

 

16)

જોજનો દૂર

રહીને પણ, છીએ;

એક આપણે


Rate this content
Originality
Flow
Language
Cover Design