હું વાદળ બની જાઉં
હું વાદળ બની જાઉં
1 min
6.9K
દરિયો તું બને તો, હું વાદળ બની જાઉં
ઓઢી લઈ આકાશને, ઝરમર વરસી જાઉં
આભ તું બને તો, હું પંખી બની જાઉં
સ્વપ્નોને તારા પાંખમાં, લઈને ઊડી જાઉં
ઉપવન તું બને તો, હું કોયલ બની જાઉં
આંગણામાં તારા હેતનાં, ટહૂકા વેરી જાઉં
નદી તું બને તો, હું એક નાવ બની જાઉં
અરમાનોને તારા દિલનાં, પેલે પાર લઈ જાઉં
રણ તું બને તો, હું મૃગજળ બની જાઉં
અધૂરી તારી પ્યાસને, 'જશ' આશ દઈ જાઉં