Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

4  

Gaurang Thaker

Others

ઉતારું ,

ઉતારું ,

1 min
13.8K


સૂરજને રણમાં થોડો,સંભાળથી ઉતારું,
એને હું ઝાંઝવાના, બસ આળથી ઉતારું.

વરસાદ આંખમાં લઈ, જયારે તું ભીંજવે છે,
ત્યારે તને હ્રદયમાં, પરનાળથી ઉતારું.

ઊંચાઈ આંબવા તો, મળતી રહે નીસરણી,
પડતાંનો હાથ ઝાલી, હું ઢાળથી ઉતારું.

ઇચ્છા અને તડપ પર, ગઝલો લખું તો લાગે,
સામાન વરસો જૂનો, હું માળથી ઉતારું.

એ પ્રશ્ર્ન માછલીનો, દરિયો છળે કે માણસ?
જ્યારે કિનારે એને, હું જાળથી ઉતારું.

ભીતરની એક જ્યોતે, આખો હું ઝળહળું છું,
તેથી હવે હું દીવા, દીપમાળથી ઉતારું


Rate this content
Log in