Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

એ બધા સાથેજ ને ?

એ બધા સાથેજ ને ?

1 min
506


પીઠ પર ઘા મારવામાં તે બધા સાથે જ ને ?

'બ્રુટ્સ યુ..?' બોલાવવામાં તે બધાં સાથે જ ને ?


કર ઝડપ તું ઉડવામાં લોક સૌ ભેગા થયાં,

પાંખ તારી કાપવામાં તે બધાં સાથે જ ને ?


હાસ્યનું મહોરું અમે પહેરી લીધું છે, જોઈ લો ,

આંસુને શણગારવામાં તે બધા સાથે જ ને ?


આંખથી તેઓ કરે છે મોત જેવો વાર ને

'ખૂબ વાગ્યું ? ' પૂછવામાં તે બધા સાથે જ ને ?


સરહદેથી આવ્યો તિરંગામાં લપેટાઈને જે

મોત પહેલા મારવામાં તે બધા સાથે જ ને ?


Rate this content
Log in