Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

સાથે રહેજો!

સાથે રહેજો!

1 min
6.8K


ઘરમાં નિયમ જ હતો કે ,જ્યારે
કોઈ પણ વ્યક્તિ બહાર જાય તો 
પ્રભુ મૂરત પાસે ઘડી ઉભા રહી ને
પ્રભુ ચાલો, સાથે રહેજો..! 
એવું પ્રભુ પાસે બોલીને જ જાય...

આજે કેમ પણ દીકરી
વારે વારે હાથ પર ઘડિયાળ જોઈ 
ખૂબ જ ઉતાવળી થઈ ને 
હાથમાં ફાઇલ લેતાં જ ઘરની બહાર ચાલી 
ને ત્યાં જ મમ્મીએ તેને બૂમ પાડી 
પાછી બોલાવી 

ખૂબજ રઘવાટ સાથે હાથ પરની ઘડિયાળ જોતાં જ બોલી..
મમ્મી,ખૂબ જ મોડી છું, શું છે બોલ
ત્યાં જ મમ્મી બોલી, પ્રભુને પગે ન લાગી?

પ્રભુ ને પગે લાગી, સાથે ચાલો કહીને જા બેટા..! 
બેટા! ઘડિયાળ તો આપણા 
હાથમાં ભલે હોય...
પણ સમય તો પ્રભૂના જ હાથમાં છે.

પ્રભૂને સાથે રાખશું તો ક્યારેય મોડુ નહીં થાય.
ને...દીકરી બોલી પ્રભુ! સોરી સોરી
ચાલો પ્રભુ, સાથે ચાલો...!

ને... મમ્મીએ કહ્યું, બેટા..! લાખ રૂપિયાની ઘડિયાળ ભલે ને..
આપણા હાથમાં પણ સમય તો..પ્રભુ નાજ઼ હાથમાં!


Rate this content
Log in