Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગીત
ગીત
★★★★★

© Kavi Jalrup

Others

1 Minutes   6.8K    4


Content Ranking

આંખની પાંપણે પીપળ પાન ઊગ્યું

હવામાં લહેરાતું ,

ગીત મજાનું ગાતું.

 

સંવેદનાનું આખું નગર જોવા પૂગ્યું ,

આંખની પાંપણે પીપળ પાન ઊગ્યું.

હૈયામાં હાસ છે,

આતમ ઉજાસ છે.

 

માયાળુ મન મન મૂકીને નાચવા લાગ્યું,

આંખની પાંપણે પીપળ પાન ઊગ્યું.

આંખ અમી છલકે,

મુખ મીઠું મલકે .

 

સ્નેહની ધારા વરસાવી વાદળું ભાગ્યું,

આંખની પાંપણે પીપળ પાન ઊગ્યું.

ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..