Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થોભી જા પળવારે....
થોભી જા પળવારે....
★★★★★

© Harshida Dipak

Romance

1 Minutes   14.0K    6


Content Ranking

હરફર થાતી હાલી કાં તું કેવડિયાની ધારે ....

લટકાં- મટકાં કરતી તારી નજર નિરખતી બારે ....

એલી થોભી જા પળવારે .....

અળિયો - દળિયો, ફરે ફુદરડી, ધીંગા મસ્તી, છબા ઉછાળી પાંચીકાની રમત નિરાંતે રમતાં 

કુંડાળામાં છીપલું નાખી આંખે પાટા બાંધી ગોતી, સાત તાળીઓ પાડી, દોડી પકડા પકડી રમતાં 

મૂંગે મૂંગી બોલી તારી ભેદ ખોલતી ભારે .....

એલી થોભી જા પળવારે .....

ઘર આંગણમાં હરતી - ફરતી, છમમક તારી ઘૂઘરિયુંની ઝીણી ઝીણી બોલી જાણે ઘમ્મર ઘમ્મર થાતી 

પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી 

લટકા - મટકા કરતી ઢેલડ પ્રીત પિયુ સથવારે ....

એલી થોભી જા પળવારે ....

કવિતા ગીત પ્રીત મોરલિયો કેવડિયો

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..