વિસામો
વિસામો
1 min
7.0K
આજ રાતને
આપ્યો છે વિસામો...
અને આંખમાં કાજળ
આંજીને સૂવાની
કોશિશ કરુ છું.
પણ તારી યાદોનો
પડછાયો પાંપણની
પલકો વચ્ચે પણ
ડોકિયું કરે છે..
લાગણીનો સૂરજ
એમ આસાનીથી
થોડો ઢળે?
એતો તારુ રુપ ધરી
ક્ષિતિજે ઝળહળે..