Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

KAVI KALAPI

Classics

1.0  

KAVI KALAPI

Classics

પરિતાપ

પરિતાપ

1 min
236


દિલ અશ્રુ થકી પલળ્યું, છલક્યું:

દપટ્યું દિલમાં દિલનું દુખડું:

ન સખો ન સખી દિલથી લપટ્યું:

ફટક્યો ભટકું ! ફટક્યો ભટકું!

નથી ભાન હવે!

નથી હામ હવે!

નવ પ્રીતિની દોરીથી હું લટકું:

નવ કો મનમાં કદી હું ખટકું:

નથી આશ મને : અવકાશ મને!

ભટકું ફટક્યો! ફટક્યો ભટકું!

મન હર્ષ હવે -

મન શોક હવે -

તજ નિર્લજ ! તું તજ તું: તજ તું!

મુજ પ્રેમ હવે દરિયે પટકું!

મુજ પ્રાણ ન કાં દરિયે પટકું!

ફટક્યો! ફટક્યો! ભટકું! ભટકું!


Rate this content
Log in