Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

નજર ખુદની

નજર ખુદની

1 min
382


મને તો જિંદગી દુઃખમાં બહુ ઝળહળતી લાગે છે,

નિરાશાઓ બધી રસ્તા મહી ટળવળતી લાગે છે,


નિશાના ઘોર અંધારે અને આ  ભાંગતી  રાતે

હજી અવની ઉપર આશાની શમા બળતી  લાગે છે


સુણાવ્યું તેં મને જે  કાંઈ કથાનક એ નથી મારું,

મને એમાં બીજી કોઈ  કહાણી  ભળતી  લાગે છે,


કળા જીવવાની જો ના આવડે તો  જિંદગી આખી,  

શીતળતા સુખની પણ બપોર એક બળબળતી લાગે છે,


તમે જે કાઈ  જુઓ  છો  બધું  સાચું  નથી  હોતું 

ઘણી વેળા નજર ખુદનીજ ખુદને છળતી  લાગે છે,


કબર ખોદી ફરી  એક વાર મારી જોઈ લ્યો "દિલીપ"

કે એમાં  જિંદગી  થોડી  હજુ  સળવળતી લાગે છે.


Rate this content
Log in