Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

અલગાવ

અલગાવ

1 min
219


ઘણા સમયથી એમને જોઈ લાગતું,

કંઈક છે, થોડા દૂર દૂર રહે,

વાતચીત તો જાણે બંધ જ હતી.


સવારમાં ઉઠતા સાદ સંભળાતો,

હવે ચૂપચાપ,

દૈનિકક્રિયા પણ યંત્રવત બની...

દિમાગમાં ઉથલપાથલ મચી

શું થયું ?

અચાનક આ પરિવર્તન સમજ બહાર.


વિચારમગ્ન ઘરમાં ચક્કર માર્યા કરતી,

આજ તેના કબાટને ખોલી,

થોડા ખાખાખોળા કરતાં,

એક ડાયરી, એક મેડિકલ ફાઈલ મળી,


થોડીક અવઢવ વચ્ચે,

એ ખોલી, વાંચી,

અને તેમના મૌનનો ભેદ મળ્યો.

ખૂબ રોષ સાથે,

અલગ થવાનો વિચાર ઝબકયો,


અચાનક આંખો ભરાઈ,

હાથ ખાલી કૂખ પર જતાં,

ઈશ્વર ઈચ્છા સમજી,

હાથમાં ચાવી લીધી,

ડાયરીમાં લખાયેલ એડ્રેસ પર,

એ ઈશ્વરના દૂતને લેવા.


ચિંતાગ્રસ્ત ચહેરે ગૃહ પ્રવેશે કરતાં,

ઘરમાંથી આવતા એ કિલકારીના અવાજો,

અને એકમેકનો એ સંવાદ.


બસ 

આજ અલગાવનું કારણ,

પ્રસન્નતાનું કારણ બની,

એક અલગ ખુશી લાવ્યો.

હવે એજ અલગ લાગ્યો ?


Rate this content
Log in